Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુશળધાર વરસાદ વરસતા હથનુર ડેમના તમામ દરવાજા ખોલાતા ઉકાઇ ડેમમાં બે લાખ ક્યુસેક ઇન્ફ્લો

  • September 17, 2023 

મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટના ટેસ્કામાં 24 કલાકમાં 16 ઇંચ, નવાથામાં 7 ઇંચ, દેડતલાઇમાં પાંચ ઇંચ સહિત મુશળધાર વરસાદ પડતા તમામ 41 દરવાજા ખોલીને ચાર લાખ કયુસેક પાણી છોડાતા મોડી સાંજે ઉકાઇ ડેમમાં ૨ લાખ કયુસેક ઇનફલો આવતા સપાટીમાં 12 કલાકમાં સવા ફુટનો વધારો થતા જ સતાધીશો હાઇએલર્ટ મોડ પર આવી ગયા છે. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા 24 કલાકમાં મેઘરાજા મનમુકીને વરસતા 51 રેઇનગેજ સ્ટેશનમાં 1700 મિ.મિ અને સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ વરસાદમાં સૌથી વધુ વરસાદ ઉકાઇ ડેમની ઉપરના હથનુર ડેમના કેચમેન્ટમાં વરસ્યો હતો. આ ડેમની કેપેસીટી 400 એમસીએમની જ છે. અને ડેમ ભયજનક લેવલ 214 ફુટથી એક જ મીટર દૂર છે.



આથી ત્યાંના સતાધીશોએ ડેમના તમામ 41 દરવાજા ખોલીને ચાર લાખ કયુસેક સુધી પાણી છોડયુ હતુ. આ પાણીની આવક આજે સવારથી જ ઉકાઇ ડેમમાં આવવાની શરૂઆત થતા સવારે 64 હજાર કયુસેક ઇનફલો બાદ વધતો જઇને મોડી સાંજે સાત વાગ્યે 2 લાખ કયુસેક થયો હતો. ઉકાઇ ડેમમાં પ્રથમ વખત હેવી ઇનફલો આવતા સવારે ઉકાઇ ડેમની સપાટી 337.48 ફુટ નોંધાઇ હતી. સાંજે સાત વાગ્યે સવા ફુટ વધીને 338.88 ફુટ થઇ હતી. જયારે ઉકાઇ ડેમમાંથી ખેતીપાક માટે 800 કયુસેક જ પાણી કેનાલ વાટે છોડાતુ હતુ. જયારે હથનુર ડેમમાંથી ચાર લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. ઉકાઇ ડેમનું રૃલલેવલ 345 ફુટ છે. આથી હવે સપાટી રૃલલેવલથી છ ફુટ જ દૂર છે.



ઉકાઇ ડેમના સતાધીશોના જણાવ્યા મુજબ હાલ ડેમમાં પાણી સ્ટોરેજ થાય તેટલી જગ્યા છે. અને આજે દિવસના વરસાદ ધીમો પડયો છે. આથી હાલ પાણી સ્ટોરેજ કરાશે. આથી 800 કયુસેક જ પાણી ડેમમાંથી કેનાલ વાટે છોડાઇ રહ્યુ છે. આ વર્ષે મેઘરાજા ઓછા વરસતા હવે ડેમ ભરાશે કે કેમ તે એક પ્રશ્ન તમામના મનમાં ચાલી રહ્યો હતો. પરંતુ 24 કલાકનો વરસાદ જ ખાલી ડેમ ભરી દેશે. કેમકે ઉકાઇ ડેમમાં હજુ પણ 1200 મિલિયન કયુબીક મીટર (એમસીએમ) પાણીની જગ્યા છે. અને હાલમાં 600 એમસીએમથી પણ વધારે પાણી આવી શકે તેમ છે. સાથે જ આ વરસાદના કારણે સતત પાણી આવવાથી ઉકાઇ ડેમની સપાટી 341 ફુટને વટાવી જશે. આથી આ વખતે પણ ડેમ ફુલ ભરાઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application