અડાજણ મધુવન સર્કલ ખાતે આવેલ બજાજ ફાયનાન્સ કંપનીના કલેકશન મેનેજર સહિત બે જણાએ આઠ જેટલા ગ્રાહકો પાસેથી લોન સેટલમેન્ટ કરવાના બહાને કુલ રૂપિયા ૫.૪૧ લાખ પડાવી લીધા બાદ કંપનીમાં પૈસા જમા ન કરાવી ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોîધાઈ છે.
અડાજણ પોલીસના જણાવ્યા મુજબ બમરોલી રોડ સાંઈ સમર્પણ સોસાયટીમાં રહેતા મયુરભાઈ નરેશભાઈ જરીવાલા (ઉ.વ.૩૩) અડાજણ મધુવન સર્કલ યુનિવર્સલ બિઝનેશ સેન્ટરના ત્રીજા માળે આવેલ બજાજ ફાયનાન્સ લીમીટેડ કંપનીની ઓફિસમાં રીસ્ક મેનેજર તરીકે નોકરી કરે છે. કંપની દ્વારા ગત તા ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ વિશાલ અશોક પટેલ (રહે, વીર સારવરકર હાઈટ્સ જહાંગીરાબાદ)ની અડાજણ શાખામાં કલેકશન મેનેજર તરીકે નિમણુંક કરી હતી. કંપની દ્વારા પેમેન્ટ રીકવર કરવા માટે તુષાર જગનવાલા અને હિતેન્દ્ર રાજપુત નામની એજન્સી આપી હતી.
તુષાર જગનવાલા એજન્સીનો વહીવટ અજય પ્રવિણચંદ્ર કેલાવાલા (રહે સાંઈકુપા ઍપર્ટમેન્ટ પાલનપુર પાટીયા) કરતા હતા હિતેન્દ્ર રાજપુત એજન્સી નો વહીવટ હિતેન્દ્ર કરમસિંહ રાડજપુત કરતા હતા. આ બંને્ એજન્સીઓ વિશાલ પટેલના અંદરમાં દામ કરતી હતી. દરમ્યાન સપ્ટેમ્બર ૨૦૨૦થી ૩૦ જુન ૨૦૨૧ દરમયાન તુષાર જગનવાલા એજન્સીનો વહીવટ કરતા અજય કૈલાવાલા અને વિશાલે સાથે મળી આઠ જેટલા ગ્રાહકો પાસેથી લોન સેટલમેન્ટ કરવાના બહાને કુલ રૂપિયા ૫,૪૧,૬૧૬ પડાવી લીધા હતા અને આ પૈસા કંપનીમાં જમા નહી કરી ઉચાપત કરી પોતાના અંગત કામોમાં વાપરી નાંખી કંપની સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે મયુર જરીવાલાની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500