Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડામાં શોર્ટસર્કીટ થતા બે મકાનોમાં લાગી આગ

  • March 07, 2021 

કુકરમુંડાના બહેરપુરા ફળીયામાં બે મકાનોમાં આગ લાગત લાખો નો માલ સામાન બળીને આગમાં ખાક થઇ ગયો હતો.

 

 

 

 

મળતી માહિતી અનુસાર કુકરમુંડાના બહેરપુરા ફળીયામાં રહેતા શૈલેષભાઈ દિનકરભાઇ પાડવી અને મોહનભાઈ દગડુભાઈ ચિત્રકડેના નળિયા વાળા કાચા મકાનમાં ગત રાત્રીના સમયે શોર્ટસર્કીટ થતા એકાએક આગ લાગી હતી. ઘરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘરમાં આગ લગતા અંદાજીત 3 લાખથી વધુનું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

જોકે સ્થાનિક કક્ષાએ ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી લોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નિઝર-કુકરમુંડા તાલુકાના વિસ્તારોમાં ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application