ભરૂચ તાલુકામાં આવેલ ભાડભૂત ગામે રહેતો કરણ પ્રકાશ માછી એસવીએમઆઈટી કોલેજમાં ડીગ્રી એન્જીનિયરનો ડીએલએમ તરીકે અભ્યાસ કરતો હતો. તેની પરીક્ષા હોઈ તે તેના ગામના મિત્ર કિર્તન અંબાલાલ ટંડેલ સાથે બાઈક પર કોલેજમાં પરીક્ષાા આપવા માટે ગયાં હતાં. પરીક્ષા આપ્યાં બાદ તેઓ પરત ઘરે જવા માટે બાઈક પર રવાના થયાં હતાં. કિર્તન બાઈક ચલાવી રહ્યો હતો અને કરણ પાછળ બેઠો હતો.
તે દરમિયાન બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામાં વેસદરા ગામની વેલકમ હોટલથી વેસદરા પાટિયા વચ્ચેના રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે એક ટ્રકે પાછળથી આવીને તેમની બાઈકને ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. અકસ્માતને પગલે કિર્તનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કરણ પણ ઘવાયો હતો. દરમિયાનમાં તેમાના ગામની એક ઈકો કાર આવી જતાં તેઓએ બન્નેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં કિર્તનનું મોત થયાનું જણાવ્યું હતું. મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application