અંકલેશ્વર તાલુકાનાં આલુજ ગામે એલ.એન.ટી કંપનીની સાઈટ પર મહારાષ્ટ્રમાંથી ૫ ટ્રકમાં આવેલ રૂ.૩ લાખના સળિયા ટ્રકના ટોલકોએ ગાયબ કરી દેતાં તમામ સામે વિશ્વાસઘાત કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર તાલુકાનાં આલુજ ગામ ખાતે આવેલ એલ.એન.ટી કંપનીની બુલેટ ટ્રેન સાઈડ પર ૫ જેટલી ટ્રકનાં ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢ સ્થિત જિંદાલ સ્ટીલ જે.એસ.ડબ્લ્યુ માંથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલુજ સાઈડ પર આવ્યા હતા.
જે ટ્રકનું સાઈડ પર વજન કરતા તેમાં ઘટ પડતા ટ્રક ચાલક અને કલીનરને પૂછવામાં આવતા તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ટ્રક ચેક કરતા તેમના ટુલ બોક્સમાં માટીનાં કોથળા તેમજ મોટા પથ્થર મળી આવ્યા હતા. જે બાદ બિલ આધારે ચેક કરતા પ ટ્રક માંથી ૪,૭૬૭ કિલો સળિયા બારોબાર રસ્તામાં સગેવગે થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સી.જે ડાર્સલ લોજીસ્ટીક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવન કુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંતકુમાર સિંગ, વિજય બહાદુરસિંગ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશપાલગુરુદીનપાલ, સતીષ ચંદ કામતા પ્રસાદ યાદવ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. આમ ૪,૭૬૭ કિલો સળિયા કિંમત ૩ લાખ રૂપિયાના બારોબાર સગેવગે કરી ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ તપાસ શરૂ કરી ફરાર ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500