તાપી જિલ્લાનાં છેવાડાનાં તાલુકામાં અવારનવાર દીપડાની અવરજવર જોવા મળે છે જેમાં નિઝર-કુકરમુંડા તાલુકામાં નદી કિનારાનાં વિસ્તારમાં પણ અવારનવાર દીપડા લોકોની નજરે ચઢતા રહે છે. નિઝરમાં પાલતું જાનવરોનું મારણ કરતા તેમજ શિકારની શોધમાં ફરતા દીપડાને લઈને ભયનો માહોલ છવાયેલો રહ્યો હતો. ખેતીકામ માટે નીકળતા ખેડૂતો તેમજ મજુરો પણ હિંસક પ્રાણીને લઈને ખોફ અનુભવતા રહ્યા હતા. દીપડાને પાંજરે પુરવા અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે નિઝર ગામની સીમમાં પાંજરાની ગોઠવણ કરી હતી. પાંજરામાં મુકેલ મારણની લાલચમાં દીપડો આખરે પાંજરામાં કેદ થતા ખેડૂતો તેમજ રહીશોએ હાશકારો અનુભવ્યો છે. ત્યારબાદ પાંજરે પુરાયેલા દીપડાને સલામત સ્થળે છોડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application