મુંબઈનાં સાકીનાકા પોલીસે નાઈજીરિયા અને વેનેઝુએલાના બે નાગરિકની રૂપિયા નવ કરોડના કોકેન સાથે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસે કોકેન ભરેલી 88 કેપ્સ્યુલ મળી હતી. પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની માહિતી મેળવી રહી છે. સાકીનાકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાતે સાકીવિહાર રોડ પર હંસા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે નાઈજીરિયન ડેનિયલ નાયમેક (ઉ.વ.38) શંકાસ્પદ રીતે ફરતો હતો.
પોલીસે તેની પૂછપરછ કરી હતી. તેણે સંતોષજનક જવાબ આપ્યા નહોતા. આરોપી ડેનિયલને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. તેની પાસે થેલી હતી.તે થેલીની તપાસ કરતા 88 કેપ્સ્યુલ મળી હતી. આ કેપ્સ્યુલની તપાસ કરતા અંદરથી કોકેન મળી આવ્યું હતું. આરોપીઓ પાસેથી 880 ગ્રામ કોકેન જપ્ત કરાયું હતું. એની કિંમત અંદાજે રૂપિયા નવ કરોડ છે. પોલીસે ડેનિયલની ઝીણવટભરી પૂછપરછ કરતા તેને જોએલ રામોસ (ઉ.વ.19)એ કોકેન આપ્યું હોવાનું જણાવ્યું હતું. મૂળ વેનેઝુએલાનો જોએલ સાકીવિહાર રોડ પર ડ્રિમ રેસીડેન્સી હોટેલમાં રોકાયો હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે હોટેલ પાસે જાળ બિછાવીને જોએલને પકડયો હતો.. આ બંનેની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application