ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ઓક્સીજન સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે, જેમાં 2 કર્મચારીઓના ચીથરા ઉડી ગયા છે. આ બંનેને ગંબીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લખનઉના બાલાગંજ પાસે એક હોસ્પિટલ બહાર ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. આ દરમિયાન સિલિન્ડર સપ્લાઈ કરનારા બે કર્મચારીઓ તેની ઝપેટમાં આવ્યા છે અને તેમના શરીરના ચીથડા ઉડી ગયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, બંને કર્મચારીઓના શરીરના ઘણા ભાગોએ ગંભીર ઈજા પહોંચી છે. આસપાસના લોકોએ રસ્તા પર હાથ-પગ પડેલા જોતા અફરાતફરી મચી બ્લાસ્ટ બાદ તુરંત પોલીસને જાણ કરતા હોસ્પિટલ પાસે પોલીસની ટીમ આવી પહોંચી હતી અને બંનેને ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યા, હાલ બંનેની સ્થિતિ ખુબ જ નાજુદ હોવાનું કહેવાય છે.
રાજધાની લખનઉમાં આવેલી જેપીએસ હોસ્પિટલમાં સિલિન્ડર સપ્લાય કરવા માટે એક ઓક્સિજન પ્લાન્ટથી આરિફ અને શોભિત નામના 2 કર્મચારીઓ પીકઅપડાલામાં નિકળ્યા હતા. બંનેએ હોસ્પિટલ બહાર વાહન ઉભું રાખ્યું હતું અને પાછળ જઈને સિલિન્ડર ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એક સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો અને તેઓના ચીથરા ઉડી ગયા બ્લાસ્ટ થતાં જ આરિફ અને શોભિત ઉછળીને દૂર પડ્યા અને તેમના હાથ, પગ અને શરીરના ઘણા ભાગોના ચીથડા ઉડી ગયા હતા ઘટના બાદ ખુનથી લથપથ બંનેના શરીર રસ્તા પર જોઈ લોકો ભયભીત થઈ ગયા જેથી લોકોએ તુરંત 108 નંબર ફોન કરીને આ ઘટના અંગે જાણ કરી અને થોડી જ વારમાં એમ્બ્યુલન્સ અને લોકલ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. આ ઘટના અંગે પોલીસે કહ્યું કે, હાલ બંને ઈજાગ્રસ્તોની સારવાર અમારી પ્રાથમિકતા છે. ત્યારબાદ તપાસ કરી ઘટનાનું કારણની જાણકારી સામે આવશે એવું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500