Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભિવંડીનાં ગૌરીપાડા વિસ્તારમાં એક માળની ઇમારત તૂટી પડતા બે’ના મોત

  • September 05, 2023 

ભિવંડી શહેરના ગૌરીપાડા વિસ્તારમાં આવેલ એક માળની ઇમારત તૂટી પડતા બે જણના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં પાંચ જણ ઇજા પામ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકો અને  ફાયર બ્રિગેડે કાટમાળ હેઠળથી પાંચ જણને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી. આ સંદર્ભે વિગતાનુસાર, ભિવંડીના ગૌરીપાડા વિસ્તારમાં ધોબી તળાવ પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ એક માળની ઇમારતમાં કુલ છ ફલેટ આવેલા હતા. આ ઇમારત રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ધડાકાભેર તૂટી પડી હતી.



આ ઘટનાની જાણ થતા જ થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ અને ભિવંડી ફાયર બ્રિગેડના ચારથી પાંચ બંબા તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ઇમારતના કાટમાળ હેઠળ કુલ સાત જણ ફસાયા હતા જેમાંથી ઉઝમા અતિફ મોમિન (ઉ.વ.૪૦) અને તસ્લીમા મોમિન (આઠ મહિના) ગંભીર ઇજા પામતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડે પાંચ જણને કાટમાળ હેઠળતી ઘાયલ અવસ્થામાં બહાર કાઢ્યા હતા. જયારે ઇમારતના કાટમાળ હેઠળથી બહાર કાઢવામાં આવેલ ચાર મહિલા અને એક પુરુષને પાસેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ ભયમુક્ત હોવાનું જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application