સુરત જિલ્લાના કામરેજના ખડસદ ગામ નજીકથી બે દિવસ પહેલા એક શ્રમજીવીની લાશ મળી આવ્યા બાદ આજે બપોરે તેના ત્રણ સંતાનનો ની લાશ ગામના તળાવમાંથી મળી આવતા ભારે ચકચાર મચી છે. બનાવની જાણ થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્રણેયની લાશ ફુલાય જવાની સાથે આંખો પણ બહાર આવી ગઈ હતી.પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કામરેજના ખડસદ ગામના તળાવમાંથી આજે બપોરે બે વાગયના આરશામાં ત્રણ લાશ તરતી હાલતમા મળી આવી હતી. બનાવની જાણ થતા કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ફાયરને કોલ કરતા ફાયર ઓફિસર વાળા સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી તળાવમાંથી એક બાળક અને બે તરુણીની લાશ બહાર કાઢી કામરેજ પોલીસને કબજે સોપ્યો હતો. ત્રણેય મુતદેહો ફુલાય જવાની સાથે તેમની આંખો પણ બહાર આવી ગઈ હતી, લાશ બે દિવસ પહેલાની હોવાનું અનુમાન છે.
કામરેજ પોલીસે ત્રણેય લાશનો કબજે મેળવી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં તેમની ઓળખ મોટા.વરાછા લજામણી ચોક અંડર કન્ટ્રકશન સાઈટ ખાતે રહેતા ગ્રેસી સુરેશ ઓલકે (ઉ.વ.૧૨), રૂદ સુરેશ ઓલકે (ઉ.વ.૬) અને મોક્ષ સુરેશ ઓલકે (ઉ.વ.૩) થઈ છે અને આ ત્રણેય ભાઈ-બહેન છે. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ત્રણેય ભાઈ-બહેનના પિતા સુરેશની લાશ પણ બે દિવસ પહેલા એટલે ગત તા ૧૫મીના સોમવારના રોજ ખડસદ ગામના તળાવ નજીક એક-બે કિલોમીટરના અંતરથી રોડ પરથી બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો હતો. સુરેશભાઈના મોતનું કારણ બહાર આવ્યું નથી.
પોલીસે તેના વિસેરા લઈને એફએસએલમાં મોકલી આપ્યા છે ત્યારે સુરેશના મોતના બે દિવસ બાદ આજે બપોરે તેના ત્રણેય સંતાનની લાશ તળાવમાંથી મળી આવી છે અને એવુ કહેવાય છે કે તે લાશ બે દિવસ પહેલાની હોવાનું કહેવાય છે ત્યારે સમગ્ર કેસનું રહસ્યધેરુ બન્યુ છે. પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા માટે પ્રયાસ હાથ થયા છે. ત્યારે એક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે સુરેશભાઈએ ત્રણેય સંતાન તળાવમાં ફેકી દીધા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. જોકે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500