મહુવા તાલુકાના વલ્લભ આશ્રમ-અનાવલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાના પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ સાથે જોડાયેલા ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનરો માટે તા.૭ અને ૮ નવે. એમ બે દિવસીય ‘રવિ ઋતુની પ્રાકૃતિક કૃષિ તાલીમ’નો પ્રારંભ થયો હતો. તાલીમમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનરો અને ફાર્મર માસ્ટર ટ્રેનરો માટે રવિ ઋતુ દરમિયાન કૃષિ પદ્ધતિ અને ઉત્પાદન અંતર્ગત ૨૫૦ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૨૫૦ ટેકનિકલ માસ્ટર ટ્રેનરો ભાગ લઈ રહ્યા છે, જેઓને ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, ખેતીમાં મદદરૂપ કુદરતી વ્યવસ્થાઓ, ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ, કૃષિના મુખ્ય આયામો, રવિ પાકોમાં પોષણ વ્યવસ્થાપન, જળ વ્યવસ્થાપન, પાક સંરક્ષણ, શેરડીના પાકમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિમાં મદદરૂપ ડિજિટલ ટેકનોલોજી, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિમાં વેચાણ વ્યવસ્થા, એપીઓ દ્વારા વેચાણ વ્યવસ્થા, પ્રાકૃતિક કૃષિમાં પંચવ્યવસ્થા, સહજીવન અને મિશ્ર પાક પદ્ધતિ પર તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500