Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નરોલીમાં ચલણી નોટ તરીકે કાગળોનાં બંડલો પધરાવીને ઠગાઈ કરનાર બે સાગરીત પોલીસ પકડમાં

  • November 27, 2024 

સંઘપ્રદેશ સહિતનાં વિસ્તારોમાં લોકોને ચલણી નોટ તરીકે કાગળોનાં બંડલો પધરાવીને ઠગાઈ કરતી મિથુ ગેંગના ૨ સાગરિતને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીનાં નરોલી વિસ્તારમાં ચલણી નોટો હોવાનું જણાવી કપડામાં વીંટાળેલા કાગળનાં બંડલની લાલચ આપી લોકોને છેતરતી ટોળકી છેલ્લા કેટલાક સમયથી સક્રિય હતી. જોકે આરોપીઓ પીડિતા પાસેથી પૈસા અને મોબાઈલ ફોન લઈ લેતાં હતા અને થોડી વારમાં પરત આવવાના બહાને ભાગી જતા હતા. આવી બે ઘટના નરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.


પ્રથમ ઘટનામાં આરોપીએ ફરિયાદીને કપડામાં વીંટાળેલું બંડલ આપ્યું અને તેમાં રૂપિયા ૨૧,૬૦,૦૦૦/- હોવાનો દાવો કર્યો હતો. એ જ રીતે, આરોપીએ અન્ય ફરિયાદીને લાલચ આપીને નાસી જતા પહેલા રૂપિયા ૧૫,૦૦૦ અને મોબાઈલ ફોન પડાવી લીધો હતો. દરમિયાન તારીખ ૨૧/૧૧/૨૦૨૪નાં રોજ નરોલી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બેંક મેનેજરનો ફોન આવ્યો હતો. જેમાં તેણે ATMની અંદર બે શંકાસ્પદ વ્યક્તિઓ વિશે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી બે શંકાસ્પદ લોકોને પકડી લીધા હતા. પૂછપરછમાં તેઓની ઓળખ અબોધ શર્મા અને ઈઝરાયેલ ખાન તરીકે થઈ હતી. તેઓએ નરોલી વિસ્તારમાં છેતરપિંડી આચર્યાનું કબૂલ્યું હતું. તેઓ બેંકોમાંથી પૈસા ઉપાડતા અથવા જમા કરાવતા લોકોને નિશાન બનાવતા હતા. તેમને નકલી ચલણના બંડલની લાલચ આપી અને રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમનાં કબજામાંથી ફોન કબજે લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application