તાપી જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ કુકરમુંડાના આમોદ ગામની સીમમાં ઉકાઈ ડેમના ઉંડા પાણીમાં ડૂબી જવાથી ૨ બાળકોના મોત નિપજ્યા છે,જેને લઇ સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી જવા પામી છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામના બે બાળકો આજરોજ બપોરના અરસામાં આમોદા ગામ નજીક આવેલ ઉકાઈ ડેમના પાણીમાં ન્હાવા ગયા હતા. જ્યાં પાણીમાં ડૂબી જતાં બંને બાળકોના મોત નીપજ્યા છે,બનાવ અંગેની જાણ વાયુ વેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી જવા પામી છે.સમગ્ર મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500