સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામના સીમમાં પોલીસે ટેમ્પોને રૂપિયા 4 લાખનાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી અને એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, એક ટેમ્પો નંબર MH/06/BW/4399માં ખાલી પુંઠાની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે.
પલસાણા પોલીસની ટીમે બલેશ્વર ગામની સીમમાં વોચ ગોઠવી બાતમી વાળા ટેમ્પોને ઝડપી પાડયો હતો. ત્યારબાદ તપાસ કરતા ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 3720 જેની કિંમત રૂપિયા 4,02,000/-, ટેમ્પોની કિંમત 7 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 11,22,650/-નો મુદ્દામાલ કબ્જે કરી પલસાણા પોલીસે ટેમ્પો ચાલક મનિશભાઇ રમેશભાઇ શુક્લા (ઉ.વ.32, રહે.મીરા ગાવઠન થાના મુંબઈ (મહારાષ્ટ્ર) મુળ રહે.ઉત્તરપ્રદેશ) અને રાજુ પ્રતાપ વર્મા (ઉ.વ.29, રહે.કેતકીપાડા દઇસર ઇસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર) ઝડપી પાડયા હતા તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર વિકાસભાઈ (રહે.વાપી)નાંને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500