કોરોનાના કહેર વચ્ચે વ્યારામાં કોરોના પોઝીટીવ ના બે કેસ નોંધાયા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.26-ઓકટોબર નારોજ વ્યારાના શક્તિ નગરમાં રહેતી 59 વર્ષીય મહિલા અને વ્યારાના દાદરી ફળીયામાં રહેતા 58 વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 688 કેસ નોંધાયા છે, વધુ 5 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 633 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 9 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500