Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વ્યારા અને ડોલવણમાં 1-1 કેસ, હાલ 15 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

  • October 25, 2020 

કોરોનાના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ ના બે કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.24-ઓકટોબર નારોજ ડોલવણ તાલુકાના પાટી ગામના તળાવ ફળીયામાં રહેતા 60 વર્ષીય પુરુષ અને વ્યારાના મુસા રોડ પર આવેલ સીતારામ વિલામાં રહેતા 30 વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 686 કેસ નોંધાયા છે, આજરોજ વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 628 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 15 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application