Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇ-આહવા માર્ગ પર બે બસ સામસામે અથડાઈ,સદનસીબે જાન હાની ટળી

  • August 21, 2022 

ડાંગના વઘઇ- આહવા માર્ગ પર આવતું ચીચીનાગાવઠા ગામ નજીક વળાંકમાં બે એસ.ટી.બસ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ શનિવારે મહેસાણા થી આહવા આવતી બસ નંબર GJ/18/Z/3193 અને આહવા થી નડિયાદ જતી એસ.ટી બસ નંબર GJ/18/Z/6814 ચીચીનાગાવઠા ગામ નજીક વળાંકમાં અચાનક સામસામે આવી ગયા બાદ બન્ને બસો ના દ્રાઈવર સાઈડે ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બન્ને  બસોમાં ઘણા  મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય અકસ્માત ને પગલે ચિચિયારી થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.




અચાનક થયેલ ઘટના માં અન્ય બસ માર્ગ સાઈડે માટી માં ખુંપી જતા મોટી જાનહાની ટળી હતી. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. જોકે અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા, સદનસીબે બન્ને બસના પેસેન્જરોને કોઈ ઇજા ન થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. એસ.ટી વિભાગે ઘટના સ્થળે બીજી બસ મોકલી પેસેન્જરોને સહીસલામત પહોંચાડવાની વ્યવસ્થા કરી માર્ગ ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application