મહુવા પુલ પરથી દારૂ ભરેલી મારૂતી ઈકો ગાડી સાથે બે બુટલેગરોને રૂપિયા ૫.૩૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક ઈકો ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૦૫/જેપી/૫૫૮૧માં બે બુટલેગરો દમણ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને અનાવલથી મહુવા થઈ બારડોલી તરફ જનાર છે.
જે બાતમી મળતા મહુવા નવા બ્રિજ ત્રણ રસ્તા ઉપર એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકો ગાડીને ઝડપી પાડી હતી. પોલીસે દારૂની ખેપ મારી રહેલા સાગરકુમાર જયેશભાઈ પટેલ (ઉ.વ.૨૨., રહે.કલકવા નેવા ફળીયુ, તા.ડોલવણ, જિ.તાપી), સોનુભાઈ ભરતભાઈ બારીયા (ઉ.વ.૨૦., રહે.૩૫ બંગાલી આનંદનગરની પાછળ, ઉભેળ ગામ, તા.કામરેજ, જિ.સુરત, મુળ રહે.સરતાનપોર ધોરા ફળીયુ, તા.તળાજા, જિ.ભાવનગર)ની ધરપકડ કરી હતી. જોકે પોલીસે કારમાંથી ટીન બીયર નંગ ૨૬૪ જેની કિંમત રૂપિયા ૨૬,૪૦૦/- બુટલેગરો પાસેથી ૩ નંગ મોબાઈલ, મારૂતી સુઝુકી ઈકો કાર નંબર જીજે/૦૫/જેપી/૫૫૮૧ કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ રૂપિયા ૫,૩૬,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિજયભાઈ ભરતભાઈ પરમાર (રહે.અલુરા, તા.કામરેજ, જિ.સુરત), વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મહેશભાઈ રામુભાઈ હળપતિ (રહે.દુણેઠા, દમણ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500