વડોદરામાં રિફાઇનરીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા અને રિફાઇનરી ટાઉનશિપમાં રહેતા શાલીન છાજેરે પોલીસને કહ્યું છે હતું કે, મને ટેક મેગ્નેટ ડિઝિટલ માર્કેટિંગ એજન્સીના બિઝનેસ એસોસિયેટ તરીકેની ઓળખાણ આપીને આરોપીએ સંપર્ક કર્યો હતો. જોકે ગત તારીખ 11 ઓગષ્ટના રોજ મને ટેલિગ્રામ પર મિસ કાવ્યાના નામે મેસેજ મળ્યો હતો. જેમાં મને પાર્ટટાઇમ જોબ કરી રોજના રૂપિયા 3500 સુધી કમાવવા માટે ઓફર કરવામાં આવી હતી મને યુ ટયબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાના નામે એક ટાસ્કના રૂપિયા 50 લેખે પેમેન્ટ આપવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં મને ટાસ્ક બદલ પેમેન્ટ મળ્યું હતું. જેથી વિશ્વાસ બેઠો હતો.
ત્યારબાદ મને ગૃપમાં એડ કરવામાં આવ્યો હતો અને ડિપોઝિટ ભર્યા બાદ ટાસ્ક આપવામાં આવશે તેમ કહી વારંવાર ડિપોઝિટ ભરાવી હતી.સામે મને મારું બેલેન્સ પણ દેખાતું હતું. પરંતુ, હું રકમ ઉપાડી શકતો નહતો.આ રીતે મારી પાસે રૂપિયા 8.20 લાખ પડાવી લીધા બાદ રકમની માંગણી ચાલુ રહેતાં મને શંકા પડી હતી. સાયબર સેલની ટીમે આ ગુનામાં સંડોવાયેલા આરોપી જીત હરવહનભાઇ ભટ્ટ (રહે.આશાપુરા માતાનો ખાંચો, આસટોડિયા, અમદાવાદ) તથા આકાંક્ષી કોલિનકુમાર મહાદેવીયા (રહે.ઠોઠની પોળ, રાયપુર, આસટોડિયા, અમદાવાદ)નાંને ઝડપી પાડયા હતા. આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500