ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે પોકેટકોપ તથા ઈ-ગુજકોપની મદદથી બાઈક ચોરીના મહારાષ્ટ્ર તથા ગુજરાતના બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી, બે આરોપીઓની અટકાયત કરી હતી. તેમજ બે મોટરસાઈકલ રિકવર કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સાપુતારા પોલીસ ડી-સ્ટાફ ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી સાપુતારા ચેકપોસ્ટ તરફ બે શંકાસ્પદ મોટરસાઈકલ ચાલકો આવતા હતા. ત્યારે પોલીસે બંને મોટરસાઈકલ નંબર GJ/05/FL/5561 તથા એન્જિન નંબર પોકેટકોપ તથા ઈ-ગુજકોપમાં ચેક કરતા મહારાષ્ટ્ર રાજ્યના જાયખેડા પોલીસ મથક વિસ્તારમાં આશરે બે વર્ષ પહેલાં તાહરાબાદમાંથી ચોરી થયેલી મોટરસાઈકલ હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાદ પોલીસે મોટરસાઈકલ ચાલકોમાં ગૌરવ રતિલાલભાઈ સાબળે (ઉ.વ. ૩૧, રહે. દરેભંગી, તા.કલવણ, જિ.નાસિક, મહારાષ્ટ્ર) તથા ગોરખ ભગવાનભાઈ ચૌધરી (ઉ.વ. ૨૩, રહે.દેવળીકરાડ, તા.કલવણ, જિ. નાસિક, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. તેમજ મોટરસાઈકલ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે હાલ સાપુતારા પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500