મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ભડભુંજા ગામનાં ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે પરથી કારમાં દેશી દારૂ સાથે સુરતનાં બે ઈસમો ઝડપાયા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ ત્રણ રસ્તાથી નીકળી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીગમાં નીકળેલ હતા. તે દરમિયાન ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખાંડબાર તરફથી એક કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી બે ઈસમો ઉચ્છલ તરફ જનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ ભડભુંજા ગામનાં ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા.
તે દરમિયાન બાતમીવાળી કાર નંબર GJ/05/JD/6999 આવતાં જોઈ પોલીસે ટોર્ચનો ઈશારો કરી કારને સાઈડમાં ઉભી રખાવી હતી. ત્યારબાદ કારમાં બેસેલ ઈસમ નીચે ઉતારતા પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ,અજયકુમાર અજૈબસિંહ (રહે.સુરત)નાં હોવાનું જણાવ્યું હતું અને તેની બાજુમાં બેસેલ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ બંટી મહેતા પહાડે (રહે.સુરત)નાં હોવાનું જણાવ્યા હતું ત્યારબાદ પોલીસે કારની ડીકીમાં ચેક કરતા ડીકીમાંથી ખાખી કલરના બોક્ષમાં દેશી દારૂ જેકપોટ બડી શેપ ભરેલ મળી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500