Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:માંડળ ટોલનાકા પાસેથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂ સાથે બે જણા ઝડપાયા,એક વોન્ટેડ

  • November 07, 2020 

તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સોનગઢના માંડળ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન એક વોક્સ વેગન કાર નંબર જીજે/04/બીઇ/7600 આવતા તેને અટકાવી કારમાં બેસેલ મયંકભાઇ કેસુભાઈ રૂપાવટીયા હાલ રહે, પ્રમુખ એવન્યુ-ડી-વિભાગ સાયણરોડ અમરોલી, મૂળ રહે, સનાળા ગામ, જી-અમરેલી તથા કાર્તિકભાઈ કાંતિભાઈ ધાનાણી હાલ રહે, ગઢપુર ટાઉનશીપ કઠોદરા, સુરત, મૂળ રહે, માંડવા, જી-બોટાદ નાઓને ઝડપી પાડ્યા હતા.

 

 

પોલીસે કારમાં તપાસ કરતાં કારમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 329 નંગ બોટલ કિંમત રૂપિયા 16,450/- નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, કાર અને બે મોબાઈલ ફોન મળી કુલ 2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર નવાપુર નજીક આવેલ સુરજીત હોટલના મેનેજરને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application