Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી ટ્રકમાં ભેંસો અને પાડીયા ભરી જતાં બે ઝડપાયા, બે વોન્ટેડ

  • April 14, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેનાં નેશનલ હાઈવે પરથી સોનગઢ-ઉચ્છલ જતાં રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભેંસો અને પાડીયાને ટૂંકા દોરડા વડે ઠાંસી ઠાંસીને ક્રૂર રીતે બાંધી તેમજ કોઈપણ પ્રકારના વ્યવસ્થા વગર લઈ જતાં ચાલક સહીત બે જણાને રૂપિયા ૯,૯૧,૦૦૦/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેના નેશનલ હાઈવે પરથી સોનગઢ ઉચ્છલ જતાં રોડ ઉપરથી તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ એક ટ્રક નંબર જીજે/૧૬/એક્સ/૭૮૬૬નો ચાલક મકસુદ ગુલામભાઈ પટેલ (રહે.લીમડી ગામ, વાગરા ફળિયું, ભરૂચ) અને રાઘવ ખોડાભાઈ બાંભણીયા (રહે.નેસવડ ગામ, તા.મહુવા, ભાવનગર)નો પોતાના કબ્જાનાં ટ્રકમાં ૯ નંગ ભેંસ જે આશરે ૮થી ૧૦ વર્ષની જેની કિંમત રૂપિયા ૨,૯૦,૦૦૦/- અને ૫ નંગ પાડિયા જે આશરે ૪થી ૮ દિવસના કાળા કલરના જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- હતી. જોકે આ તમામ પશુઓને બિન જરૂરી દુઃખ દર્દ ભોગવવું પાસે તેવી રીતે ગેરવ્યાજબી સમય સુધી ટૂંકા દોરડા વડે ઠાંસી ઠાંસીને ક્રૂર રીતે બાંધી તેમજ ભેંસો માટે કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કે તળિયે માટી નહીં રાખી તેમજ ભેંસોને હલનચલન માટી વાજબી મોકળાશ પણ રાખી ના હતી.


તેમજ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વહન કરી લઈ જતાં હતા. આમ, પોલીસે ટેમ્પો જેની કિંમત રૂપિયા ૭ લાખ, ભેંસો અને પાડિયાની કિંમત રૂપિયા ૨.૯૦ લાખ તથા બે નંગ મોબાઈલ મળી રૂપિયા ૯,૯૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, ધુલીયા માર્કેટમાં વેચાણ માટે તબેલામાંથી ભેંસો ભરી આપનાર ભેંસોનો માલિક મુનાફ જેના પુરા નામની ખબર નથી (રહે.મોટા નાનાગોરી વાડ, મદીના હોટલ ભરૂચ) અને પોતાના આર્થિક લાભ માટે પોતાના કબ્જાની ટ્રક આપનાર ટ્રક માલિક ઈરફાન ઈબ્રાહીમ નાગોરી (રહે.મોટા નાગોરીવાડ, મહમદપુરા, ભરૂચ)નાંઓને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ભેંસો ભરી આપનાર અને ટ્રકનો માલિક આમ બે જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application