Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ચાંપાવાડી ગામ પાસેથી ઇક્કો ગાડીમાં ઈંગ્લીશ દારૂ લઈ જતા 2 જણા પકડાયા

  • December 24, 2020 

સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામ પાસેથી એક સફેદ કલરની ઈકો ફોર વ્હીલર ગાડી નંબર જીજે/૨૬/એન/૫૨૬૭ માં વિદેશી દારૂની હેરાફેરી કરતા (૧) પારસભાઈ હરિરામ ગુજ્જર તથા (૨) ગોપાલભાઈ ડુંગારામ ગુજ્જર બંને રહે,બુટવાડા ગામ, કોલી ફળિયું-વાલોડ(મૂળ, રહે, રાજસ્થાન) નાઓને ઝડપી પાડી ઇક્કો ગાડીમાં તપાસ કરતા વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી ૧૪૮૦ બાટલીઓ જેની કીંમત રૂપિયા ૫૪૦૦૦/- નો દારૂ મળી આવ્યો હતો.

 

 

 

સોનગઢ પોલીસે પકડેલા બંને આરોપીઓની પૂછ પરછ હાથ ધરતા નવાપુર ખાતે આવેલ વાઇન શોપ પરથી કોઈ અજાણ્યા ઇસમે દારૂ ભરી આપી વાલોડના બુટવાડા ખાતે લાલુ ઉર્ફે અમિત હળપતિ ને દારૂ નો જથ્થો પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

 

 

બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સરજીતભાઈ બચુભાઈ ની ફરિયાદ ના આધારે આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી ૫૪ હજારનો વિદેશીદારૂ,આરોપીઓ પાસેથી મળી આવેલ બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૧૦ હજાર તથા ઇક્કો ગાડીની કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ રૂપિયા ૩,૬૪,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application