મુંબઈના દહિસરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં ભરબપોરે ગોળી મારીને એક કર્મચારીની હત્યા કરી રોકડ રકમની લૂંટ કરનારા બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે. આરોપીએ યુ-ટયુબ જોઈને લૂંટનું કાવતરું ઘડયું હોવાનું કહેવાય છે. એક લૂંટારાના ચપ્પલના આધારે સ્નિફર ડોગની મદદથી પોલીસને આ કેસ ઉકેલવા મહત્ત્વની કડી મળી હતી. મુંબઈમાં ગોળીબાર અને લૂંટના બનાવથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે આરોપી ધર્મેન્દ્ર યાદવ (ઉ.વ.21) અને તેના સંબંધી વિકાસ (ઉ.વ.19)ને પકડીને લૂંટની રકમ અને પિસ્તોલ જપ્ત કરી છે.દહિસરમાં એમએચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ બપોરે અજાણ્યા બે શખ્સ ઘૂસ્યા હતા. તેમણે કર્મચારી સંદેશ ગોમારે (ઉ.વ.25) સહિત બે જણ પર ગોળીબાર કરી અંદાજે 2.50 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ત્યારબાદ બંને જણ નાસી ગયા હતા. આ ઘટના સીસીટીવીમાંકેદ થઈ ગઈ હતી. એક આરોપીનું ચપ્પલ ઘટના સ્થળે રહી ગયું હતું. ફાયરિંગમાં ગંભીર પણે જખ્મી થયેલા સંદેશનું મોત થયું હતું. જોકે પોલીસની જુદી-જુદી ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ડોગની મદદથી ચપ્પલના આધારે આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. છેવટે ગણતરીના કલાકમાં ધર્મેન્દ્ર અને વિકાસને પકડી લીધા હતા. મુખ્ય આરોપી ધર્મેન્દ્રએ સાત મહિના અગાઉ ઉત્તર પ્રદેશથી પિસ્તોલ ખરીદી હતી અને પછી લૂંટ કરવા આ પિસ્તોલ ગત મહિને મુંબઈ લાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application