છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજાઈ વિસ્તારમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં એક મહિલા સહિત બે નક્સલી માર્યા ગયા. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. સુકમા પોલીસે કહ્યુ કે અથડામણમાં બે નક્સલીઓને ઠાર મરાયા છે. હજુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. હાલ આ અથડામણ વિશે વધુ જાણકારી સામે આવી નથી. દંતેવાડા-સુકમા જિલ્લામાં વારંવાર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવતા રહે છે. ગત દિવસોમાં નક્સલીઓએ જવાનોની ગાડીઓને નિશાન બનાવી હતી.
સુકમાના એસપીએ જણાવ્યુ કે અગાઉ એક મે એ નક્સલીઓએ સુકમા જિલ્લાના ઈટ્ટાપારા વિસ્તારમાં નિર્માણ કાર્યમાં લાગેલા બે ટિપ્પર ટ્રકોમાં આગચંપી કરી હતી. ઘટના ફૂલબાગદી વિસ્તારની છે. 3 મજૂરોને સુરક્ષિત બચાવી લેવાયા અને ફૂલબગડી સ્ટેશન લઈ જવાયા,સુકમા પોલીસે જણાવ્યુ કે હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. હજુ વધુ નક્સલીઓના છુપાયા હોવાની શક્યતા છે. ગત દિવસોમાં છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં ડીઆરજીના 11 જવાનોના મોત નીપજ્યા હતા જ્યારે અમુક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application