Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં બે જુદાજુદા અકસ્માતમાં બે જણાના મોત

  • November 14, 2021 

સોનગઢના બે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં બે જણાના મોત નિપજ્યા હતા.

 

 

 

 

મળતી માહિતી મુજબ સોનગઢના વડપાડા પ્રો ઊમરદા કોકણી ફળીયામાં રહેતો ૨૯ વર્ષીય પ્રવિણભાઈ ગુમાનભાઈ કોકણી નાનો ગત તા.૧૩મી નવેમ્બર નારોજ પોતાની કબજાની હિરો સ્પેન્ડર મોટર સાઈકલ નંબર જીજે/૨૬/એસ/૧૭૨૮ લઈને વડપાડા પ્ર્રો ઊમરદા ગામની સ્કુલની સામે ગોપાલપુરા ગામથી વડાપડા ગામ તરફ આવતા ગ્રામિણ રોડ ઊપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ રોડની સાઈડમાં ઊતારી ગઈ હતી અને ખાખરાના ઝાડ સાથે અથડાતા પ્રવિણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું,

 

 

 

 

જયારે બીજા બનાવમાં સોનગઢના આમલપાડા ગામે રહેતા કિશનભાઈ ઇશ્વરભાઈ વસાવાના મોટા બાપુજી ગમનભાઇનાઓ ગત તા.૬ઠ્ઠી-નવેમ્બર નારોજ પોતાની બાઈક નંબર જીજે/૧૯/પી/૩૩૨૨ ની ચલાવીને દુધ ભરીને પરત ઘરે આવતા હતા તે વખતે સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં અમારા ગામના મેઇન રસ્તા પર એક અજાણ્યા બાઈક જેનો આર.ટી.ઓ રજી નં- જીજે/૨૬/જે/૯૬૪૪ નાઓએ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે બેદરકારી ભરી રીતે ચલાવી લાવી ગમનભાઇની બાઈક ને ટક્કર મારી પાડી દઇ તેમને માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજા પહોચાડી હતી જેમને સારવાર અર્થે સુરત ખાતે રીફર કરવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ગમનભાઇનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application