માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે એશિયા ન્યૂઝ ઇન્ટરનેશનલ (ANI)નુ અકાઉન્ટ લોક કરી દીધું છે. ANIના એડિટર સ્મિતા પ્રકાશે આ અંગે માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે ઓછામાં ઓછી ઉંમરના માપદંડના હોવાને લીધે ANIનુ ટ્વિટર હેન્ડલ લોક કરવામાં આવ્યું છે. જેને લીધે હાલ ન્યૂઝ એજન્સીનુ ટ્વિટર હેન્ડલ અસ્તિત્વમાં ન હોવાનું દર્શાવી રહ્યું છે.
એડિટર સ્મિતા પ્રકાશે પોતાના ટ્વિટમાં એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે જે ટ્વિટર તરફથી મોકલવામાં આવેલ ઈમેલનો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ANIનુ ટ્વિટર હેન્ડલ લોક કરી દેવામાં આવ્યું છે.ઈમેલમાં લખવામાં આવ્યું છે કે ટ્વિટર એકાઉન્ટ બનાવવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર હોવી ફરજિયાત છે. Twitter એ નક્કી કર્યું છે કે તમે આ વય જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી, તેથી તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે અને Twitter પરથી દૂર કરવામાં આવશે.
ANIનુ ટ્વિટર અકાઉન્ટ બંધ થયાની મિનિટો બાદ, એડિટર સ્મિતા પ્રકાશે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, તે તમામ લોકો ને @ANI ને ફોલો કરે છે તેમના માટે દુઃખદ સમાચાર છે. ટ્વિટરે દેશની સૌથી મોટી ન્યૂઝ એજન્સી જેના 7.6 મિલિયન ફોલોવર્સ છે તે લોક કરી દેવામાં આવ્યું છે અને એક ઈમેલ પણ મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના! અમારી ગોલ્ડ ટિક હટાવી દેવામાં આવી હતી, તેની જગ્યાએ બ્લુ ટિક લગાવવામાં આવી હતી અને હવે તેને લૉક કરી દેવામાં આવી છે. સાથે જે તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્વિટર @ANIનુ ટ્વિટર હેન્ડલ ફરી શરૂ નથી કરતું ત્યાં સુધી @ani_digital અને @AHindinews હેન્ડલ પરથી ટ્વિટ કરતાં રહીશું.દક્ષિણ એશિયાની અગ્રણી મલ્ટીમીડિયા ન્યૂઝ એજન્સીની વેબસાઈટ અનુસાર ભારત, દક્ષિણ એશિયા અને સમગ્ર વિશ્વમાં 100 થી વધુ બ્યુરો ધરાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500