Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાંથી ટ્રક ચોરાઈ,પોલીસ તપાસ શરૂ

  • October 16, 2022 

સોનગઢમાં તાજ હોટલ પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડ માંથી કોઈ અજાણ્યા ચોરટાઓ ટ્રક ચોરી લઇ ગયા હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.




પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ રહે.અમનપાર્ક સોસાયટી, સોનગઢ, ઉજેરભાઈ પઠાણના મકાનમાં ભાડેથી રહેતા ફરીયાદી અબ્દુલભાઈ મહમદભાઈ અથાણીયા (ઉ.વ.44) મુળ રહે.પુજપુર ગામ, અથાણીયા વાસ, તા.દાંતા જી.બનાસકાંઠા, નાઓની ટ્રકના ડ્રાઈવર અંકિતભાઈ હસમુખભાઈ ગામીતએ તા.14/10/ 2022 નારોજ સોનગઢમાં તાજ હોટલ પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડ પોતાના કબ્જાની ટાટા કંપનીની ટ્રક નંબર GJ-05-BV-4013 જેનો ચેચીસ નંબર-MAT541004F3F13417 તથા એન્જીન નંબર-B591803251F63449061 કિ.રૂ.12 લાખ ની ટ્રક કોઇ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગેની જાણ ટ્રક માલિકને થતા ટ્રક માલિક અબ્દુલભાઈ અથાણીયાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમની ફરિયાદના આધારે સોનગઢ પોલીસએ તા.15/10/2022 ના રોજ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application