Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશથી ગુજરાતમાં મોકલાઈ રહેલ 400 ક્વિન્ટલ સરકારી ચોખા ભરેલુ ટ્રક કલેક્ટરે જપ્ત કર્યુ

  • December 07, 2022 

મધ્યપ્રદેશનાં ગુનામાં સરકારી અનાજની તસ્કરી મોટા પાયે ચાલુ છે. જેમાં 400 ક્વિન્ટલ સરકારી ચોખાથી ભરેલુ ટ્રક કલેક્ટરે જપ્ત કર્યુ છે. રાશન તસ્કરી કરીને મધ્યપ્રદેશમાંથી ગુજરાત પહોંચાડાઈ રહ્યુ હતુ. રાશન માફિયા સરકારી ચોખાની તસ્કરી ગુજરાત સુધી કરે છે. મધ્યપ્રદેશનાં પંચાયત મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાનાં વિધાનસભા ક્ષેત્રના ઉમરી વિસ્તારમાંથી સરકારી ચોખાની ચોરી કરવામાં આવી. જેમાં રાશન માફિયાનાં ગોડાઉનમાંથી ચોખાનું ટ્રક ભરીને ગુજરાત મોકલવામાં આવી રહ્યુ હતુ.




આ દરમિયાન ટ્રકને પકડી લેવાયુ. પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ વહેંચાતા અનાજની તસ્કરી કરવામાં આવી રહી હતી. જપ્ત કરાયેલા ટ્રક પર લખ્યુ હતુ 'India is Great' ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીહોર જિલ્લાનાં છીપાનેરમાં સરકારી વાજબી ભાવની દુકાનની ઓચિંતી તપાસ કરી હતી. આ દરમિયાન તેમણે રાશનની દુકાનનું નિયમિત ખુલવુ અને સ્ટોક રજિસ્ટરની જાણકારી લીધી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application