Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશાલ ભારદ્વાજનાં દિગ્દર્શન હેઠળ બની રહેલ ફિલ્મમાં શાહિદ સાથે હિરોઈન તરીકે તૃપ્તિની પસંદગી

  • September 14, 2024 

શાહિદ કપુર અને તૃપ્તિ ડીમરીની જોડી પ્રથમ વખત રૂપેરી પડદા પર સાથે જોવા મળવાની છે. વિશાલ ભારદ્વાજના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મમાં શાહિદ સાથે હિરોઈન તરીકે તૃપ્તિની પસંદગી કરાઈ છે. સાજિદ નડિયાદવાળાએ ફિલ્મમાં શાહિદ અન તૃપ્તિની જોડી હશે તેવું સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું હતું. જોકે આ ફિલ્મના જોનર કે ટાઈટલ વિશે હજુ વિગતો અપાઈ નથી. શાહિદ કપુર અગાઉ વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ તથા ‘કમીને’માં કામ કરી ચૂક્યો છે. વિશાલ ભારદ્વાજ તેની સ્ટાઈલ પ્રમાણે વધુ એક ગેંગસ્ટર ડ્રામા બનાવશે કે પછી કોઈ રોમેન્ટિક ફિલ્મ હશે તે હજુ જાણવા મળ્યું નથી. તૃપ્તિ ડિમરીને ‘એનિમલ’ની સફળતાથી લાભ થયો છે અને હાલ બોલીવૂડના એક પછી એક પ્રોડક્શન હાઉસ તેને સાઈન કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News