Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા વૃક્ષારોપણ કરાયું

  • June 26, 2021 

તાપી જિલ્લામાં પત્રકાર સેવા સંઘ દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ વૃક્ષા રોપણનો કાર્યક્રમ શુકવારે વ્યારા નગર ના જલવાટિકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કરાયું હતું, જેમાં તાપી જિલ્લા વન અધિક્ષક સહિત વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર, નગર અગ્રણીઓ તેમજ પત્રકાર સેવા સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

પર્યાવરણ ના જતન અને સંવર્ધનને માટે સરકારી વિભાગ સહિત લોકોની પણ નૈતિક ફરજ છે, જે સમજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ જિલ્લાના અલગ અલગ વિસ્તરોમાં સો જેટલા વૃક્ષોનું વ્યારા નગરમાં આવેલ જલવાટિકા તેમજ આંબાપાણી ઇક્કો ટુરીઝમ વિસ્તારમાં રોપણ કરી સમાજમાં વૃક્ષોનું મહત્વ સમાજાવાને માટે દાખલો બેસાડયો હતો, આ કાર્યક્રમમાં તાપી જિલ્લા વન અધિક્ષક આનંદ કુમાર,વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલ સહિત વ્યારા નગર પાલિકાના બાગકામ સમિતિના અધ્યક્ષ નિમિષા તરસાડીયા, હેમંતભાઈ, સંજયભાઈ સોની સહિતના આગેવાનો અને તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના હોદ્દેદારો તેમજ સભ્યો હાજર રહયાં હતા.

 

 

 

 

 

આંબાપાણી ઇક્કો ટુરીઝમ ખાતે જિલ્લા પત્રકાર સેવા સંઘની સામાન્ય સભા યોજાઈ

વ્યારા નગરમાં આવેલ જલવાટિકા તેમજ આંબાપાણી ઇક્કો ટુરીઝમ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી જિલ્લા પત્રકાર સેવ સંઘની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્યસભા દરમ્યાન કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પત્રકારોને બે મિનીટનું મૌન પાડી શ્રધાંજલિ આપવામાં આવી હતી.સંઘના પ્રમુખ શ્રી નિરવભાઈ કંસારા દ્વારા મુકાયેલા એજેન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.પૂર્વપ્રમુખ દીપકભાઈ શર્માએ સંઘની સેવા પ્રવૃત્તિ વિષે માહિતીગાર કર્યા હતા.

 

 

 

 

હાલમાં કોરોનારૂપી મહામારી ચાલી રહી હોય સંઘ સાથે જોડાયેલા તમામ પત્રકાર મિત્રોએ મેડીકલેઈમ આગામી દિવસોમાં લેવા આવે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.સંઘની આ સામાન્ય સભામહામંત્રી મહેશભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ સંદીપસિંહ ગોડાદરિયા,મંત્રી ધવલભાઈ,સ્થાપક પ્રમુખ હરીશભાઈ શાહ,ખજાનચી અનુપભાઈ ભટ્ટ તેમજ સંઘના સભ્ય નીલેશભાઈ ગામીત,અલ્પેશભાઈ દવે,દીપકભાઈ ગામીત,જયેશભાઈ શાહ,નયનભાઈ ભંડારી,હનીફભાઈ પઠાણ,લોપાબેન દરબાર,સિધાર્થકુમાર,રુતુલભાઈ પંચાલ અને અક્ષયભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application