કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાની તાપી કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી
તાપી કલેકટર આર.જે.હલાણીની જગ્યા પર હવે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાની તાપી કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. એચજે હૈદરની GSRTC ના વાઇસ ચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application