Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના બુહારી ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ યુવક-યુવતીઓને આપી રહ્યા છે પોલીસ ભરતી માટેની ટ્રેનીંગ, તે પણ વિના મુલ્યે

  • November 11, 2021 

નિવૃત્તિ  પછીની પ્રવૃતિ અંગે નવ જેટલા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ભેગા થઈ તાપી તથા સુરત રૂરલ ના શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓ વધુમાં વધુ પોલીસફોર્સમાં સરકારી નોકરી મેળવી પગભર થાય તેવા શુભ આશયથી ભરતી થઈ શકે તેવી લાયકાત ધરાવતા કુલ ૨૭૦ યુવાક-યુવતીઓને દોડ-છાતી કેવી રીતે ફુલાવાય તથા પેપર પરિક્ષા કેવી રીતે આપી શકાય ?? તે માટેની તૈયારીઓ કરાવી રહ્યાં છે.

 

 

 

 

 

હાલ તાલીમાર્થીઓની સંખ્યા યુવકો ૧૪૦ તથા બહેનોની સંખ્યા ૧૩૫ છે,

વાલોડના બુહારી ખાતે આપવામાં આવતી આ તાલીમમાં હાલ યુવક તાલીમાર્થીઓની સંખ્યા યુવકો ૧૪૦ તથા બહેનોની સંખ્યા ૧૩૫ છે, તાલીમ મેળવવા માટે આશરે વધુ ૫૦ નવા ફોર્મ ભરાયા છે લગભગ ૩૦૦ ની સંખ્યા થવાનો અંદાજ છે અને આ સેવા કોઈ પણ ફી લીધાં વગર મફત નિશુલ્ક આપવામાં આવી રહી છે. દરરોજ એક કલાકનું ૩૦ તાલીમાર્થીઓ વચ્ચે ગ્રુપ ચર્ચા કરાવવામાં આવે છે  તાલીમાર્થીઓ પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે, અઠવાડિયામાં એક લેખિત પરિક્ષા પણ લેવામાં આવે છે. આશરે ૫૫થી વધુ ગામો માંથી આવતા યુવક-યુવતીઓ પોલીસ ભરતી માટેની ટ્રેનીંગ લઈ રહ્યા છે.

 

 

 

 

 

નિવૃત પોલીસકર્મી ચંદુલાલ ચૌધરીએ તાપીમિત્રને વિગતવાર માહિતી આપી 

નિવૃત પોલીસકર્મી ચંદુલાલ ચૌધરીએ તાપીમિત્રને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વિચાર મને આવ્યો અને મારા નિવૃત્ત  પસંદગીના મિત્રો ને શેર કર્યો અને અમે ભેગા મળી અમલ પણ ચાલુ કરી દિધો અને હજુ પણ રોજ ફોર્મ ભરાઈ રહ્યા છે. માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ સત્યજીત દેસાઈ  ચેરમેન ઉદય ભાઈ દેસાઈ દ્વારા આ કાબિલે તારીફ કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ તરફથી તાલીમને લગતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી રહી છે ખુબજ મોટી સંખ્યામાં આવતા યુવક-યુવતીઓને રોજગાર લક્ષી  પ્રા.તાલીમ આપવામાં આવી રહી છે, તાલીમી સ્ટાફ ૨૫ થી ૩૦ કી.મી. દૂર થી નિયમિત સેવા માટે સમયસર પહોંચી જાય છે. આ કેમ્પ પાછળ થતો તમામ ખર્ચ પણ નિવૃત્ત તાલીમી સ્ટાફ ઉઠાવી યુવાધન ને નિશુલ્ક તાલીમ આપી રહ્યા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application