સુરત જિલ્લના મહુવા તાલુકાનાં વલવાડા બજારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવતાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. વલવાડા બજારમાં રાત્રે 1:30થી 2:30ના સમયગાળામાં ચોરોએ બંધ દુકાનનાં તાળાં તોડી રોકડ રકમની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાના વલવાડા બજારમાં રાત્રે 1:30થી 2:30ના સમયગાળામાં ચોરોએ બંધ દુકાનનાં તાળાં તોડી રોકડ રકમની ચોરી કરી હતી, જેમાં એક આશીર્વાદ એજન્સી ખાતે શશીકાંતભાઈની ખાતરની દુકાનમાં ચોરોએ પહેલા CCTV કેમેરાને નુકસાન પહોંચાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
જોકે દુકાનમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થાય એ પહેલાં ચોરે મોઢે આસન ઓઢી લીધું હતું. ત્યાં મૂકેલું લેપટોપ કે અન્ય કંઈપણ વસ્તુ ન લઈ જતાં ફક્ત ગલ્લામાં મૂકેલા રોકડ રકમની ચોરી કરી હતી. જોકે ત્યાંથી એક કોલેજના નામવાળી ટી શર્ટ મળી આવી છે. ગંગાનાથ મોબાઇલની દુકાન સાથે લાઈનમાં ફૂટવેરની દુકાનનાં પણ તાળાં તોડવામાં આવ્યાં હતાં, જેમાં ફૂટવેરની દુકાનમાંથી કંઈ હાથ લાગ્યું ન હતું. મોબાઈલની દુકાનમાંથી રૂપિયા 15,000/-થી વધુની રોકડ ચોરી ગયાનું દુકાનદાર પાસેથી જાણવા મળે છે. તો અન્ય એક ગેરેજનાં પણ તાળાં તોડી નાંખવામાં આવ્યાં હતાં. જ્યાં ગલ્લામાં મૂકેલા રોકડાની ચોરી થઈ હતી. આમ, વલવાડા પંથકમાં એક જ રાત્રિમાં દુકાનોનાં તાળાં તોડી ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500