ઉદવાડા રેલવે સ્ટેશન નજીક આર.એસ. ભગિની સમાજની સામે આવેલા પ્રશાંતિ નિલયમ પાર્કમાંના સત્યમ એપાર્ટમેન્ટની નીચે એક સિલ્વાર કલાઓ વાક્સવેગન જેટા કારમાં દારૂનો જથ્થો ભરીને રાખવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે મળેલી બાતમીના આધારે કારની તપાસ કરાતાં કારની પાછળની સીટ ઉપર, નીચે તેમજ ડીકીમાં દારૂ અને બિયરના ૧૫ બોક્સમાં મુકેલી કુલ ૩૮૪ બાટલી/ટીન જેની કિંમત રૂપિયા મળી આવી હતી.
ત્યારબાદ કારનો ચાલક નંદુભાઈ રમેશભાઈ હળપતિ (રહે.ઉદવાડા, સત્યમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૩૦૩, મૂળ રહે, ટુકવાડા, તળાવ ફળિયું, તા.પારડી)ને પકડી પાડવામાં આવ્યો હતો. ચાલકની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેણે બપોરના સમયે દારૂનો જથ્થો દમણ ખાતેથી બલીઠાથી મેળવ્યો હતો. તેણે હાટીયાવાડ ચાર રસ્તા નજીક રોડ ઉપર આવેલી એક વાઈનશોપના ગોડાઉન ઉપર કામ કરતા એક નેપાળી વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો મેળવી કારમાં ભર્યો હતો. આરોપી આ દારૂનો જથ્થો ટુકવાડા ખાતેના તેના થરે લઈ જઈ છૂટકમાં ચોરી છૂપીથી વેચાણ કરવાનો હતો. આમ, પોલીસે આ કેસમાં રૂપિયા ૩,૦૦,૦૦૦/-ની કાર અને રૂપિયા ૩૭,૨૦૦/-નો દારૂ મળી કુલ રૂપિયા ૩,૩૭,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500