નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એક ગામમાં ૮ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર ૬૫ વર્ષીય વિકૃત વૃદ્ધને નવસારી સ્પે.પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ત્રણ વર્ષ પહેલા વિકૃત સ્ટેશનમાં નોંધાતા હવસખોર માનસિકતા ધરાવતા બે સંતાનોના કાલીદાસ ઉર્ફે કાળિયાકાકાને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આ કેસ નવસારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પે.પોક્સો કોર્ટ)માં ચાલી જતા ભોગ બનનાર બાળકીના નિવેદન અને મેડિકલ પુરાવા તથા સરકારી વકીલ અજયકુમાર ટેલરની ધારદાર દલીલોને ગાહ્ય રાખી જજ તેજસ બ્રહ્મભટ્ટે આરોપી કાલીદાસ ઉર્ફે કાળિયા કોળી પટેલને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application