ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ટાંકલીપાડા ગામની સીમમાંથી પસાર થતો મજુર ભરલો બોલેરો પલ્ટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને આહવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. મળતી માહિતી અનુસાર, આહવા તાલુકાના કલમવિહિર ગામ ખાતે રહેતા જ્યોતિબેન ગોવિંદભાઈ બંગાળ તેમના ગામના મજૂરો વિશાલભાઈ વિનેશભાઈ આહીર, સુનિલભાઈ રીમાભાઈ ગાઉન્ડા, કલ્પનાબેન સંતોષભાઈ ચૌધરી, મોનાબેન સંતોગભાઈ બંગાળ અને પ્રિયંકાબેન વિલેશભાઈ આહીર સાથે કલમવિહિર ખાતે હાજર હતાં.
તેમજ ગડદ ગામે નવી સરકારી પ્રાથમિક સ્કુલ બનતી હોવાથી મજૂરીકામ અર્થે આ મજુરોએ જવાનું હોવાથી આ મજુર લઈ જવાનો-લાવવાનો કોન્ટ્રાકટ પિપલઘોડી ગામ ખાતે રહેતા સુરજનભાઈ કાળુભાઈ પારંગી (મુળ રહે.રાણપુર ગામ, તા.જિ.દાહોદ)ને આપવામાં આવ્યો હતો. આ સુરજનભાઈ પોતાની મહિન્દ્રા બોલેરો મેક્ષ ગાડી લઈને કલમવિહિર ખાતે મજૂરોને લેવા માટે આવ્યા હતાં. કલમવિહિર ગામના મજુરોમાં પ્રદિપભાઈ વિનેશભાઈ આહીર, રવિભાઈ અલ્પેશભાઈ આહીર, સાગરભાઈ કનુભાઈ ગાંગોર્ડો હતા તથા રવિનાબેન સતિષભાઈ ચૌધરી ટાંકલીપાડા તથા વંજારઘોડી ગામે તેમના સગા-સબંધીના ત્યા જતા હોવાથી મજૂરો સાથે આ ગાડીમા બેસી ગયેલા હતા.
ત્યારબાદ મજૂરો મજૂરીકામ અર્થે ગડદ ગામે જવા રવાના થયેલા અને ગડદ ગામે પહોંચતા ત્યાં પહેલેથી જ કલમવિહિર ગામના સુનિલભાઈ રીમાભાઈ ગાઉન્ડા તથા નિરવભાઈ ગમજભાઈ ગવળી તથા રોહીતભાઈ વિજયભાઈ ગાઉન્ડા હાજર હતાં. જે બાદ આ સુરજનભાઈએ મજૂરોને સરકારી પ્રાથમિક સ્કુલ ગડદ ખાતે કારીગર હાજર ન હોય જેથી ટાંકલીપાડા ગામે પ્રાથમિક સ્કુલ ખાતે કારીગર હાજર હોય અને ત્યા જવાનુ છે. એમ કહેતા મજુરો ગાડીમાં બેસી ગયેલ હતાં.
જે બાદ કલમવિહિર ગામના મજૂરો ગડદ ગામેથી બોલેરો મેક્ષ ગાડીમા મુરમબારી, મોગરા થઈ ટાંકલીપાડા ગામે જવા માટે નિકળેલા, તે વખતે ટાંકલીપાડા ગામ નજીક આવેલ જંગલ ખાતાના નાકા પાસે પહોંચતા આ બોલરો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મજૂરોને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક મજૂર નામે નિરવભાઈ ગમજભાઈ ગવળીને શરીરે ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500