Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ હાઇવે નંબર ૫૩,સોનગઢથી નવાપુર તરફ જતા રસ્તા પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો

  • September 04, 2020 

સીનીયર સેકશન ઈજનેર વેસ્ટર્ન રેલ્વે નવાપુર ના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે નં.૫૩ ઉપર આવેલ રેલ્વે લેવલ ક્રોસીંગ નં.૬૯ નું તા.૦૩/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૦૯/૨૦૨૦ દરમિયાન રીપેરીંગ કરવાનું હોવાથી સદરહુ રસ્તા પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી નંદુરબાર (મહારાષ્ટ્ર) દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

 

ઉપરોક્ત રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપવા અંગે પોલીસ અધિક્ષકશ્રી તાપી-વ્યારા દ્વારા પણ દરખાસ્ત કરેલ છે અને સુરત-નવાપુર તરફ જતા નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપરથી પસાર થતા વાહનોને  સાકરદા ફાટક તરફથી નિઝર તરફના રોડ ઉપર ડાયવર્ઝન આપવા જણાવેલ છે. 

 

સુરત-નવાપુર નેશનલ હાઈવે નં ૫૩ રેલ્વે ક્રોસીંગ નં ૬૯ રીપેરીંગ હેતુથી  જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

 

જાહેર જનતાને અવર-જવર માટે કોઇ અડચણ ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ સને ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) મુજબ મળેલ અધિકારની રૂએ બી.બી.વહોનિયા (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ,તાપી-વ્યારા દ્વારા ફરમાવ્યું છે કે તા.૦૩/૦૯/૨૦૨૦ ના રોજ સવારે ૭-૦૦ કલાકથી તા.૦૮/૦૯/૨૦૨૦ ના રોજ સાંજે ૭-૦૦ કલાક સુધી નીચે મુજબ ટ્રાફિક નિયમનનો અમલ કરવાનો રહેશે. 

 

સુરત-નવાપુર તરફ જતા નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપરથી પસાર થતા વાહનો સાકરદા બસ સ્ટેન્ડ-સાકરદા ફાટક-ઉચ્છલ ત્રણ રસ્તા- નિઝર રોડ-કેસરપાડા-ધાનેરા રોડથી-નંદુરબાર તરફ જઇ શકશે. ઉપરોક્ત જણાવેલ જગ્યાએ સબંધિત વિભાગો દ્વારા નિયમાનુસાર જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. જો તેમ કરવામાં ચુક થશે અને આકસ્મિક ઘટના બનશે તો તેની સમગ્ર જવાબદારી સબંધિત વિભાગની જવાબદારી રહેશે.આ હુકમનો ભંગ કરનાર સને ૧૯૫૧ના ,ગુજરાત પોલીસ અધિનયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application