Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભાની ચૂંટણીમાં સુરતનાં કાપડ બજારના વેપારીઓને ૧૨૦૦ કરોડના વેપારની આશા

  • March 21, 2024 

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે જ સુરતના કપડાં બજાર માટે રાહતના સમાચાર બનીને સામે આવ્યા છે. જેમાં ભાજપના ટોપી અને ખેંસ સહિત 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની કિમતની સાડીઓની અલગ અલગ રાજ્યમાંથી ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરલા,કર્ણાટક,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી,ખેંસ,સાડીની ભારે ડિમાન્ડ નીકળી છે. જેના કારણે કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓને એક નવી આશા જાગી છે.  એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ મંદીના માહોલનો સામનો કરતા આવ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે મંદીના માહોલ નો સામનો કરી રહેલા કાપડ વેપારીઓને એક નવી આશા નું કિરણ દેખાયું છે.


ભાજપની ટોપી ખેસ અને રૂપિયા 100 થી 120 રૂપિયા સુધીની કિંમતની સાડીઓની અલગ અલગ રાજ્યોમાંથી ડિમાન્ડ નીકળતા વેપારીઓને મોટી રાહત મળી છે.એક રીતે લોકસભાની ચૂંટણી ઠકી સુરતના ટેક્સટાઇલ વેપારીઓને અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વેપાર મળે તેઓ આશાવાદ વેપારી અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે. સુરતના નામી કાપડ વેપારી સંજય સરાવગીએ જણાવ્યું છે કે, પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે ભાજપ ની ટોપી,ખેંસ અને સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ નીકળી છે.


હાલ કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર પ્રાપ્ત થયા છે. જેમાં હાલ પાંચ લાખ ટોપી અને પાંચ લાખ ખેંસના ઓર્ડર મળ્યા છે.જે ઓર્ડર પુરા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સો રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધીની સાડીઓની પણ ભારે માંગ છે. જે સાડીનો ઓર્ડર પણ પૂરો કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છે. જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા તેવા વેપારીઓને લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને રુપિયા 1200 કરોડનો વેપાર મળે તેવી આશા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે અને તેને લઈને દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર માટે ચૂંટણી સાહિત્યના ઓર્ડરો પણ વેપારીઓને આપવામાં આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓ માં એક નવી આશા જાગી છે.


આ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના અધ્યક્ષ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, જે પ્રકારે વેપારીઓને અલગ અલગ રાજ્યમાંથી ઓર્ડરો મળી રહ્યા છે તેને જોતા વેપારીઓમાં ખૂબ જ ખુશી વ્યાપી ગઈ છે. લોકસભાની ચૂંટણીના પગલે ઓર્ડરમાં પણ વધારો થાય તેવા સંકેત વેપારીઓને દેખાઈ રહ્યા છે.  અંદાજિત 1000 કરોડ રૂપિયાની આસપાસ કાપડ બજારના વેપારીઓને વેપાર મળી રહે તેવી આશા દેખાઈ રહી છે અને તેને જોતા વેપારીઓએ પણ તડામાર તૈયારીઓ હાલ શરૂ કરી દીધી છે. ઝડપભેર રીતે ઓર્ડરને પહોંચી વળવા અને ડિસ્પેચિંગ કરવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એક રીતે સુરતના કાપડ બજાર માટે આ ખૂબ જ ખુશી અને રાહતના સમાચાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application