Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાગઢમાં વાતાવરણ થયું ઠંડુગાર : ગિરનાર પર તાપમાન 9.3 થતાં પ્રવાસીઓએ ઠંડીની મજા લીધી

  • November 25, 2024 

જૂનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો 14.8 ડિગ્રીએ પહોંચતા રાતે વાતાવરણ ઠંડુગાર થયું છે. ઠંડીમાં વધારાથી ગરમ વસ્ત્રોની ખરીદીમાં વધારો થયો છે. રાત્રિના સમયે વાહન વ્યવહાર સહિત ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. ગિરનાર પર તાપમાન 9.3 થતા પ્રવાસીઓ ઠંડીનો અસર ચમકારો અનુભવી રહ્યા છે. જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આ વર્ષ શિયાળાની ઋતુનું મોડુ આગમન થયું, પરંતુ હવે શિયાળો ધીમે ધીમે અસલ રંગમાં આવી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો 2.6 ડિગ્રી ગગડતા રાત્રિના વાતાવરણ ઠંડુગાર થયું છે.


રવિવારે શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 14.3 ડિગ્રીએ પહોંચ્યો છે. દિવસની સરખામણીએ રાત્રિના તાપમાનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. શહેરની સરખામણીએ ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 9.3 રહ્યું હતું. સવારે પર્વત પર વાદળોની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળતા પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા. ઠંડીમાં વધારો થતા ગરમ વોની ખરીદીમાં પણ વધારો થયો છે. રવિવારી બજાર અને પોટાલા માર્કેટ સહિતની ગરમ વસ્તુઓની બજારમાં ખરીદીની ગરમી વધી હતી. મોર્નિંગ વોક માટે શહેરીજનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધતા લોકોની અવર-જવર ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં ઠંડીનો પારો હજુ પણ ગગડશે. જૂનાગઢમાં ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે. 19મી નવેમ્બરના લઘુતમ તાપમાન 16.9 નોંધાયું હતું. તે 2.6 ડિગ્રી ગગડીને 14.3 પહોંચ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application