Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tourist information bureau : તાપી સહિત વિવિધ જિલ્લાઓમાં તેમજ રાજ્ય બહાર ૩૪ પ્રવાસન માહિતી કેન્દ્ર શરૂ કરાશે

  • September 01, 2022 

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા,પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજય બહાર પ્રવાસન નિગમ હસ્તક ‘ટુરિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરો’-પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જે હેઠળ કુલ ૩૪ જગ્યાએ આ પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે.



તાપી જિલ્લો સહિત આ જિલ્લાઓમાં પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવશે

પ્રવકતા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તા.૩૦મી ઓગસ્ટ નારોજ મળેલી રાજ્યમંત્રીની મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. જે અતર્ગત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર,તાપી અને વલસાડ ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે.



રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા સાત પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે 


આ ઉપરાંત રાજ્ય બહાર અયોધ્યા, વારાણસી, દેહરાદુન, ચંદીગઢ, નાગપુર, ઇન્દોર અને ભુવનેશ્વર ખાતે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા સાત પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે. પ્રવકતા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, ગુજરાતનો ગૌરવ સમાન એશિયાટીક લાયનની સાસણગીર સેન્ચ્યુરીને આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા "બેસ્ટ વાઈલ્ડ લાઈફ સ્થળ" અતર્ગત વર્ષ-૨૦૨૨નો સિલ્વર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application