Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Top 10 news : ખાસ તમારે જાણવા જેવી આજની મહત્વની ખબરો Date : 22-07-2024

  • July 22, 2024 

ટીચકપુરા બાયપાસ હાઈવે પરથી દારૂનાં જથ્થા સાથે બાબેન ગામનાં બે યુવકો ઝડપાયા : વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ ટીચકપુરા બાયપાસ સોનગઢ સુરત હાઈવે રોડ પર હતા તે સમયે ખાનગી રાહે બાતમીના આધારે ટીચકપુરા હાઈવે રોડ ઉપરથી એક મોપેડ ચાલકને અટકાવી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુરેશભાઈ પંડિતભાઈ કામળે (ઉ.વ.33., રહે.બાબેન ગામ, રોયલ પાર્ક, શિવ શક્તિ એપાર્ટમેન્ટ, તા.બારડોલી) અને બીજાનું નામ પૂછતા સંદીભાઈ દિલીપભાઈ સેવાળે (રહે.બાબેન ગામ, નહેરૂ નગર, તા.બારડોલી)નાં હોવાનું જણાવ્યું હતું અને જયારે એમના પાસેનાં એક મોટા બેગમાં જોતા તેમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 69 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 6,600/- હતી.

વ્યારાનાં સાંઈ મોલ ખાતે પૂર્વ પ્રેમી અને તેની માતાએ યુવતીને ફટકારી : મામલો પોલીસ મથકે પહોંચ્યો

વ્યારાનાં માયપુર ગામનાં દુકાન ફળિયામાં રહેતી કવિતાબેન ભીખુભાઈ ગામીત (ઉ.વ.26)એ શનિવારનાં રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ફળિયામાં જ રહેતો તરૂણભાઈ રાજેશભાઈ ચૌધરી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો જેથી કવિતાએ તરૂણને લગ્ન કરવાની કહ્યું હતું પરંતુ તરૂણએ કવિતાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી કવિતાએ વ્યારા ખાતેનાં ખટાર ફળિયામાં રહેતા નૈતિકભાઈ સોમાભાઈ ગામીત સાથે સગાઈ કરી હતી પરંતુ નૈતિક સાથેની સગાઈ તરૂણએ તોડાવી નાંખી હતી. ત્યારબાદ તારીખ 19/07/2024નાં રોજ રાત્રિનાં સમયે વ્યારાનાં સાંઈ મોલ ખાતે તરૂણએ મને આવીને કહ્યું હતું કે, ‘તું મારી સાથે લગ્ન નહિ કરશે તો તને હું બીજા સાથે જીવવા નહિ દઉં અને હું જાતે દવા પીને મારી જઈશ તેવું કહી મને નાલાયક આપવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈ બે થપ્પડ પણ મારી દીધી હતી’ તેમજ તરૂણની માતા નર્મદાબેન રાજેશભાઈ ચૌધરીએ પણ કહ્યું હતું કે, તું મારા છોકરા સાથે લગ્ન કરીશ તો તને હું જીવતી સડગાવી દઈશ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કવિતાબેન ગામીતએ વ્યારા પોલીસ મથકે પૂર્વ પ્રેમી તરૂણ રાજેશભાઈ ચૌધરી અને તેની માતા નર્મદાબેન રાજેશભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વ્યારાનાં કપુરા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો, બાઈક ચાલક ફરાર

તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોનો શનિવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન કપુરાથી સરૈયા તરફ જવાના રોડ ઉપર હતા તે દરમિયાન કપુરા ગામનાં હાઈસ્કુલ રોડ ઉપર એક બાઈક ચાલક નંબર વગરની બાઈકની પાછળ કઈક બાંધી લાવતો હોય પોલીસને તેની પર શંકા જતાં તે ઉભો રાખવાનો કરતા બાઈક ચાલકે પોતાની બાઈક રોડની સાઈડમાં આડી પાડી લઈ અંધારાનો લાભ ખેતરાડીમાંથી થઈ ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે બાઈક પાડી હતી તે જગ્યા પર જઈ જોતા એક કાપડનાં થેલામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 156 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા 22,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.       

ઉચ્છલનાં ઝરણપાડા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ઝરણપાડા ગામનાં આમડી ફળિયામાં એક લીમડાનાં ઝાડની નીચેથી રૂપિયા વતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં ગંજી પાના, અંગ ઝડતીનાં રૂપિયા અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા જુગારીઓના નામ

1.પરેશ રમેશભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),

2.શૈલેશ તુકારામભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),

3.રવીન્દ્ર ગોમાભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),

4.અરવિંદ છગનભાઈ ગામીત (રહે.આનંદપુર ગામ, રેલ્વે ફાટક ફળિયું, તા.ઉચ્છલ) અને

5.રાજુ દશરીયાભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ).

કુંભીયા ગામેથી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ ડોલવણ બીટ વિસ્તારમાં પ્રોહી. ગુન્હાની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કુંભીયા ગામનાં બાલ મંદિરનાં ફળિયામાંથી બકુલાબેન અલ્પેશભાઈ ચૌધરીને ઝડપી પાડી મહિલાના ઘરની અંદર તપાસ કરતા કબાટમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ તથા બિયરની ટીન મળી કુલ 69 બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે મહિલા સામે ગુનો નોંધ્યો હતો.

સોનગઢનાં મચ્છી માર્કેટમાંથી એક જુગારી ઝડપાયો

તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોનો શનિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢ મચ્છી માર્કેટમાંથી નાસીર ઉર્ફે કાળિયો દિલાવર કુરેશી (ઉ.વ.42., સોનગઢ, ઈસ્લામપુરા ટેકરા, તા.સોનગઢ)નાને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી 2 નંગ મોબાઈલ મળી આવ્યા હતા અને મોબાઈલની ગેલેરીમાં જોતા મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતનાં આંકડા લખેલ કાપલીઓના ફોટા મળી આવ્યા હતા. આમ, પોલીસે 2 નંગ મોબાઈલ અને અલગ અલગ દરની ચલણી નોટ મળી કુલ રૂપિયા 11,410/-નો મુદ્દામાલ કબ્જે કરી હતી.

 હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ‘ગુરુ પૂર્ણિમા’ દિવસની ઉજવણી કરાઈ

વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં તારીખ 22મી જુલાઈ 2024નાં રોજ ‘ગુરુ પૂર્ણિમા;ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફે ‘માં સરસ્વતી’ અને ‘ગુરુ ડૉ.હેનેમન’ને પુષ્પાંજલિ અર્પણ કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સીપાલ ડો.જ્યોતિ રાવનાં માર્ગદર્શન હેઠળ ચોથા વર્ષ BHMSનાં વિદ્યાર્થીઓ અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

પંચોલ ગામે જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ડોલવણનાં પંચોલ ગામનાં બસ સ્ટેન્ડ ફળિયામાં આમલીનાં ઝાડની નીચેથી હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં પત્તા પાના અને જુગારનાં દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા 1,200/- તથા અંગઝડતી કરતા મળી આવેલ રોકડા રૂપિયા 10,170/- તેમજ 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 15,870/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ 6 જુગારીઓ...

1.નિલેશ ભગુભાઈ ગામીત (રહે.મગરકુઈ ગામ, ડુંગરી ફળિયું, વ્યારા),

2.સુનીલ સૈયદભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, પારસી ફળિયું, ડોલવણ),

3.સમીર નરેશભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ),

4.જીતેન્દ્ર છોટુભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ),

5.આશેન્દ્ર દિલીપભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ) અને

6.વિનોદ કુમાદભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ).

સોનગઢ તાલુકાનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચ્યો છે. માહિતી છે કે, તાપી જિલ્લાના સોનગઢમાં આ આવેલો રજવાડી સમયનો ડોસવાડા ડેમ ભારે વરસાદના કારણે 70 ટકા ભરાયો છે.આ ડેમ આ સિઝનમાં પહેલીવાર આટલો બધો ભરાયો છે અને ગમે તે સમયે ઓવરફ્લૉ થવાની શક્યતા છે.આ ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર (405 ફૂટ) છે. આજે એટલે કે તા.22મી જુલાઇ રોજ સવારે 8:30 કલાકે ડોસવાડા ડેમની સપાટી 122.20 મીટર ( 400.11ફૂટ) પહોંચેલ છે.આ ડેમમાં તેની કુલ સંગ્રહ શક્તિ 70 % જથ્થો પાણી ભરાયેલ છે. જેથી ડેમની હાલની સપાટી warning સ્ટેજના લેવલે થયેલ છે.આથી  ભારે વરસાદના કારણે ડેમના સપાટી ગમે તે સમયે પૂર્ણ સપાટીએ પહોંચીને ઓવરફ્લૉ થવાની શક્યતા છે.જેને લઇ ડેમના હઠવાસના તાલુકાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા સુચના આપી દેવામાં આવી છે.

સોનગઢ ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત આદિજાતિ યુવકો માટે નિશુલ્ક નિવાસી તાલીમ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો : તા:૨૦/૦૭/૨૦૨૪, સવારે ૯:૦૦ કલાકે તાપી જિલ્લાની  સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સોનગઢ,તાપી  ખાતે  જિલ્લા રોજગાર વિનિમય કચેરી,વ્યારા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે લશ્કરી ભરતીમાં જોડાવા પુર્વે અગ્નિપથ યોજના અંતર્ગત આદિજાતિ યુવકો માટે નિશુલ્ક નિવાસી તાલીમ અંગે માહિતી માર્ગદર્શન અને પ્રવેશ પરીક્ષાનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરના ટ્રેનર કરણસિંહ પરિહારે અગ્નિપથ યોજના વિશે વિગતો આપતા જણાવ્યું કે  ગુજરાત રાજ્યના અનુસુચિત જનજાતિના ૧૫૦ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૭૫ દિવસની નિવાસી તાલીમ લેવાની રહેશે. થીયરી અને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે તૈયાર કરશે. તાલીમ દરમ્યાન રહેવા,જમવા અને વાહન વ્યવહાર ખર્ચ યુનિવર્સિટી આપશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application