10 હજારનું 12 હજાર વ્યાજ લીધુ, ઉપરથી બાઇક પણ પડાવી લીધી મહેમદાવાદના આધેડે પુત્રવધુની ડીલીવરી માટે પૈસા લીધા હતા વ્યાજખોર માતા- પુત્ર સામે ગુનો નોંધાયો મહેમદાવાદ શહેરમાં રહેતા આધેડે બે વર્ષ અગાઉ પુત્રવધુની ડિલિવરી સમયે પૈસાની જરૂરિયાત ઉભી થતા રૂ 10 હજાર વ્યાજે લઇ છ મહિના સુધી રૂ 12 હજાર વ્યાજ ચૂકવ્યું હતુ.
પૈસાની ન આપી શકતા વ્યાજખોર માતા-પુત્રએ બાઇક અને આરસીબુક લઇ લીધી હતી.આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે. મહેમદાવાદ શહેરના બોડીરોજી વિસ્તારમાં રહેતા રઇજી વાઘેલા પરિવાર સાથે રહી છુટક મજૂરી કરે છે.વર્ષ-2020માં પુત્રવધુને ડીલેવરી દરમિયાન સીઝેરીયન કરવાનુ થતા પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી.તે સમયે શહેરમાં રહેતા મૂમતાઝ બેન અને ઇકબાલ પાસેથી રૂ 10 હજાર વ્યાજે લીધા હતા.જેનું છ મહિના સુધી દર મહિને રૂ 2 હજાર મળી કુલ રૂ 12 હજાર વ્યાજ ચૂકવ્યું હતું.
દરમિયાન રઇજીની આર્થિક સ્થિતિ ખરાબ થતા પૈસા ચૂકવી શક્યા ન હતા.તેથી મુમતાઝબેન ઉર્ફે મૂન્નીબેન મન્સૂરી અને તેનો દિકરો ઇકબાલ રઇજીના ઘરે આવી આપેલા પૈસાની માંગણી કરી હતી.દરમિયાન રઇજીના ઘરમાં પડેલ બાઇક જોઇ જતાં બાઇક અને તેની આરસીબુક લઇ લીધી હતી.
બાદમાં રઇજીએ બાઇક અને આરસીબુક આપી દેવા જણાવતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન રઇજીને બાઈક નામે કરાવવા બંને વ્યક્તિ દબાણ કરતા હતા.આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મુમતાઝબેન ઉર્ફે મૂન્નીબેન રફીકભાઇ મન્સૂરી રહે,માલવા ફળીયુ અને તેનો દિકરો ઇકબાલ રફીકભાઇ મન્સૂરી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500