Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખરેખર ઉલ્લુ બનાવ્યા હાઁ ! માંડલ ટોલનાકે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસુલાત યથાવત

  • August 26, 2021 

આગામી ત્રણ મહિના સુધી જીજે/26 પાર્સીંગના તમામ વાહનોને ટોલ મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બુધવારે સોનગઢના માંડળ ટોલ નાકા પર ભાજપ અને સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા સ્થાનિકોને ટોલ માંથી મુક્તિ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેને પગલે કેટલાક સમય માટે વાતાવરણ ગરમાયુ હતું.

 

 

 

 

 

એનએચઆઈના અધિકારીઓ અમને ઉલ્લુ બનાવીને નીકળી ગયા

તાપી જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમ તરસાડીયાએ મીડિયાને ઈન્ટરવ્યું આપતા જણાવ્યું હતું કે,કલેકટર,એસપી,જિલ્લાના પ્રમુખ જયરામ ગામીત,ભાજપ અને આદિવાસી એકતા પરિસદના કાર્યકર્તાઓ મળીને એનએચઆઈના અધિકારીઓ સાથે મીટીંગ થઇ હતી.જેમાં તાપી જિલ્લાની સ્થાનિક તમામ ગાડીઓને ટોલ ફ્રી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એક-બે કલાક પછી ખબર પડી કે, એનએચઆઈના અધિકારીઓ અમને ઉલ્લુ બનાવીને નીકળી ગયા છે.

 

 

 

 

 

વાહનચાલકો માટે સમખાવા પુરતી પણ રાહત અપાવી શક્યા નથી.

માંડલ ટોલનાકાના સંચાલકોએ શરૂઆતથી જ સ્થાનિક વાહનચાલકોને યેનકેન પ્રકારે બાન લઇ માત્ર અને માત્ર ટોલ ટેક્સ વસુલાત કરવાનું કામ કર્યું છે. સ્થાનિક વાહનચાલકોને હેરાન પરેશાન કરવા શિવાય કશુ જ કર્યું ન હોવાની ચર્ચાએ પંથકમાં જોર પકડાયું છે. શરૂઆતમાં 10 રૂપિયા, ત્યારબાદ વાહનની આરસીબુક જમા કરાવવી, આધારકાર્ડ અને મતદાન કાર્ડ જમા કરાવી જવું વિગેરે સ્થાનિક વાહનચાલકોને હેરાન કરવા માટેકોઈ કસર બાકી રાખી નથી. તેમછતાં ટેક્સની વસુલાત તો ચાલુ જ રાખી હતી. ટોલ મુદ્દે અનેક અંદોલન થયા, ચકાજામ જામ કરવામાં આવ્યું, ભાજપ,કોંગ્રેસ, બીટીએસ એટલું જ નહી સ્થાનિક વાહનચાલકો સહિત આદિવાસી સંગઠનોએ પણ ટોલ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તેમછતાં સ્થાનિક વાહનચાલકો માટે સમખાવા પુરતી પણ રાહત અપાવી શક્યા નથી.

 

 

 

 

 

વાહનચાલકોએ લીધેલા ફાસ્ટટેગના એકાઉન્ટમાંથી સીન્ગલ ટ્રીપના 145 રૂપિયા કાપી લેવામાં આવ્યા 

સુરતના હજીરાથી ઉચ્છલ સુધી સોમા આઇસોલેક્સ કમ્પની દ્વારા ફોરલેન હાઇવે બનાવા માં આવ્યો છે,રોડ બન્યો ત્યારથી સ્થાનિક વાહનચાલકોને ટોલ માંથી મુક્તિ આપવા મુદ્દે સમયાંતરે ઘર્ષણ ઉભું થઈ રહ્યું છે,બુધવારે પણ સ્થાનિક આગેવાનો, જિલ્લા બીજેપીના આગેવાનોની કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગ થયા બાદ સ્થાનિકોને ટોલ મુક્તિનો નિર્ણય લેવાયો હતો, તેમ છતાં માંડલ ટોલ દ્વારા સ્થાનિક વાહનોને ટોલ ફ્રી નહીં કરવામાં આવતા જિલ્લા ભાજપ સંગઠન અને સ્થાનિક આગેવાનો દ્વારા ટોલ નાકા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો અને તાપી કલેકટર અને પોલીસ વિભાગની દરમ્યાનગિરી થી સ્થાનિકોને ટોલ મુક્તિ આપતા આંદોલન સમેટયું હતું. જોકે કેટલાક વાહનચાલકોએ લીધેલા ફાસ્ટટેગના એકાઉન્ટમાંથી સીન્ગલ ટ્રીપના 145 રૂપિયા કાપી લેવામાં આવી રહ્યા છે.

 

 

 

 

 

સ્થાનિક વાહનચાલકોને ટોલ માંથી મુક્તિ અંગેના કોઈ પ્રકારના બોર્ડ-બેનર ટોલનાકા પર લગાવવામાં આવ્યા નથી. 

સ્થાનિકો વાહનચાલકોને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી હોય એવી કોઈ ટોલનાકાના સંચાલકો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સ્થાનિક વાહનચાલકોને ટોલ માંથી મુક્તિ અંગેના કોઈ પ્રકારના બોર્ડ-બેનર ટોલનાકા પર લગાવવામાં આવ્યા નથી. જેને લઇ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. પરંતુ ભાજપના રાજમાં ભાજપ દ્વારા જ ચક્કાજામ કરાતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સુત્રો અનુસાર હજુપણ કેટલાક સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસુલાત કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application