તાપી જિલ્લામાં સોમવારે કોરોના દર્દીનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. તેમછતાં કેટલાક લોકો માસ્ક અને શોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તા.૧૩મી સપ્ટેમ્બર નારોજ સાંજ સુધીમાં તાપી જિલ્લાના સાતેય તાલુકામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે જિલ્લામાં માત્ર ૧ કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૪ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૬ દર્દીઓના મોત સાથે કુલ ૧૨૯ દર્દીઓના મોત નિપજ્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
- વાલોડ તાલુકો – કુલ ૭૯૪ કેસો
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૩ કેસો
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application