તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવ દર્દીનો વધુ એક નવો કેસ સામે આવ્યો છે. તેમછતાં કેટલાક લોકો માસ્ક અને શોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ ચોથી ઓગસ્ટના રોજ તાપીના વ્યારા તાલુકાના પનિહારીમાં ૨૪ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.આ સાથે જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૯૦ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત નિપજ્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ?? એક નજર કરીએ
- વાલોડ તાલુકો – કુલ ૭૯૩
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૦
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application