તાપી જિલ્લામાં ગુરુવારે કોરોના પોઝીટીવ દર્દીના નવા ૭ કેસ મળી આવ્યા છે. આજે વધુ ૨૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૧૦૪ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર,તા.૨૭મી ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૨૭ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૦૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૮૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૧ દર્દીઓના મોત નિપજ્યા છે.
તાપી જિલ્લામાં ગુરુવારે નોંધાયેલ નવા ૭ કેસ
- ૨૭ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું–લોટરવા,તા.વ્યારા
- ૪૦ વર્ષિય પુરુષ –મિત્તલ નગર સોસાયટી –વ્યારા
- ૫૫ વર્ષિય પુરુષ –પાનવાડી –વ્યારા
- ૫૩ વર્ષિય મહિલા – ચંદનવાડી –વ્યારા
- ૩૦ વર્ષિય પુરુષ – ચંદનવાડી –વ્યારા
- ૨૮ વર્ષિય મહિલા –ઉપલું ફળિયું– બરડીપાડા,તા.ડોલવણ
- ૬૫ વર્ષિય પુરુષ – ગામઠાણ ફળિયું– પદમડુંગરી,તા.ડોલવણ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500