કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના વધુ 6 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.5-નવેમ્બર નારોજ વ્યારામાં 2 કેસ, સોનગઢ 1 કેસ, વાલોડમાં 1 કેસ અને ઉચ્છલમાં 2 કેસ મળી કુલ 6 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 726 કેસ નોંધાયા છે, અત્યાર સુધી કુલ 653 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 27 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
5-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ
(1) 60 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું, કહેર,તા.વાલોડ
(2) 77 વર્ષિય પુરુષ, ગોલવાડ-વ્યારા
(3) 65 વર્ષિય મહિલા, ગેટી ફળિયું, જેસિંગપુરા,તા.વ્યારા
(4) 60 વર્ષિય પુરુષ-ભગત ફળિયું, ડોસવાડા,તા.સોનગઢ
(5) 55 વર્ષિય પુરુષ, છાપટી,તા.ઉચ્છલ
(6) 20 વર્ષિય મહિલા, ફુલઉમરાણ,તા.ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500