જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે તાપી માં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આજરોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ ના વધુ 6 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.18મી નવેમ્બર નારોજ વાલોડમાં 3 કેસ, વ્યારામાં 2 કેસ અને સોનગઢમાં 1 કેસ મળી કુલ 6 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 772 પર પહોચ્યો છે, આજે વધુ 3 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 705 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે.
18મી નવેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ કોરોના પોઝીટીવના કેસો
(1) 76 વર્ષિય પુરુષ, લુહાર ફળિયું,કપૂરા-વ્યારા
(2) 59 વર્ષિય પુરુષ, વૃન્દાવન ધામ સોસાયટી-વ્યારા
(3) 67 વર્ષિય પુરુષ, વૃન્દાવન સોસાયટી-વાલોડ
(4) 69 વર્ષિય મહિલા, વૃન્દાવન સોસાયટી-વાલોડ
(5) 48 વર્ષિય પુરુષ, ખાખર ફળિયું-વાલોડ
(6) 64 વર્ષિય પુરુષ, વાણિયા ફળિયું-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500